Thursday, December 29, 2011

Bhinmal Mountains on Khimaj Mata


ભીનમાલના પહાડો પર ખીમજ માતા

અમદાવાદથી ૩૦૦ કિ.મી. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભીનમાલ શહેરના પહાડો પર ક્ષેમકલ્યાણી (સેમોજ) ખીમજ માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જે ભીનમાલથી માત્ર બે કિ.મી.ના અંતરે ભાખરી નામે ઓળખાય છે. આ નગર ભીલ લોકોએ વસાવ્યું, એટલે ભીનમાલ થયું. ખીમજ માતાજી રાજપુરોહિત, મોદી, માલી, પ્રજાપતિ, રાજપૂત, સુથાર, સોની, બ્રાહ્નણ, દરજી, જૈન તેમજ અન્ય જાતિના લોકોની કુળદેવી છે.


શ્રી ક્ષેમકલ્યાણી માતાજી દ્વાપર યુગમાં વૈષ્ણવી અવતાર તરીકે જનકલ્યાણ અર્થે દાનવોના ત્રાસથી લોકોને મુકત કરવા પૃથ્વી પર પ્રગટ થયાં હતાં. આ દેવી સાત્વિક અને દેવસ્થાન અતપિવિત્ર હોવાથી અહીં આવનાર દર્શનાર્થી કાળાં કપડાં તેમજ કમરે ચામડાનો પટ્ટો પહેરી દર્શન કરી શકતા નથી. વર્ષ દરમિયાન લાખો દર્શનાર્થી દૂર દૂરના પ્રદેશોમાંથી આવતા હોય છે. પરંતુ ચૈત્ર માસની આઠમે હવનનું ખાસ મહત્વ હોય છે. તેમજ શ્રાવણ મહિનાની પૂનમનો અહીં વિશાળ મેળો જોવા લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે. અમદાવાદથી ટ્રેન તેમજ એસ.ટી. બસ અને લકઝરી જાય છે. 


આ યાત્રાધામ પહાડ પર હોવાથી કુદરતી સૌંદર્યનો અનોખો નજારો જોવા મળે છે જેનાથી મન પ્રફુલ્લિત થઇ જાય છે. હજારો શ્રદ્ધાળુઓની માનતા શ્રી ક્ષેમકલ્યાણી પૂર્ણ કરે છે. તેઓ લગ્ન વખતે છેડાબંધી માટે વરવધૂ અહીં જુવાર કરવા આવે છે. તેમજ જે લોકોના ઘરે પારણું બંધાય તેઓ માતાજીનો જુવાર કરે છે. 


ભીનમાલના યાત્રાધામે વિશાળ ધર્મશાળાઓની રહેવા માટે ઉત્તમ ફ્રી સવલત છે. તેમજ ભોજન માત્ર ૧૦ 
Rs 
ટોકન લઇ જમવાની વ્યવવસ્થા પણ બપોરે હોય છે. ઈતિહાસકારો, સંશોધનકારો માટે નગરમાં ભવ્ય અવશેષ વાવ, તળાવ, શિલાલેખ આજે પણ હયાત છે. જે લોકો ભીનમાલ આવે છે તેઓને બે યાત્રાના લાભ થાય છે. ભીનમાલથી માત્ર ૨૫ કિ.મી. સુંધાચામુંડાનું યાત્રાધામ છે. તેથી જ લોકો ભીનમાલ દર્શનાર્થે આવે છે તેઓ સુંધાચામુંડાનાં દર્શન કરી જાય છે. 


Source

No comments:

Post a Comment